ખાનગી મીલકતને ધીક્કારે છે અને સામાજીક માલીકીને આદર્શ ગણે છે. હું શરત મારવા તૈયાર છું કે બ્રીન્દા કરાત અને પ્રકાશ કરાત (પતી-પત્ની હોવા છતાંય) એક જ ટુથબ્રશથી કામ ચલાવતાં નહીં હોય.' બંધીયાર મન એટલે જ ઘરડું મન. મનનું ખુલ્લાપણું તો યુવાન હોવાની સૌથી તગડી સાબીતી છે. આવા એંશી વર્ષના કોઈ યુવાનને તમે મળ્યા છો ? દાદા ધર્માધીકારી આવા “યુવાન' હતા.
ગુજરાતના પ્રીય યુવાન મીત્રોને એક ખાનગી વાત જાહેરમાં કહેવી છે : જો તમારા સહજ અને સ્વચ્છ પ્રેમ સંબંધ અંગે કોઈ વડીલ, સાધુ કે ઉપદેશક પોતાના નાક નું ટેરવું ચડાવી ને ઉપદેશ આપે તો તેમની વાત માનતા નહિ. એ લોકો જ્યારે તમારા જેટલી ઉંમરના હતા ત્યારે શક્ય છે કે કલ્પનામાં પણ ન આવે તેવાં લગ્નેતર પરાક્રમો તેમણે ધરાઈને કર્યા હતાં. પાછલી ઉંમરે બધાં ગાત્રો શીથીલ થઈ ગયાં પછી તેઓ આજે તમને ઉપદેશ આપવા હાલી નીકળ્યા છે. તેમને કે આ લખનારને આ
કામદાર તે છે, જે સુખની કે આનંદની પ્રતીતીથી વંચીત છે. જ્યાં પ્રતીતી ગેરહાજર હોય ત્યાં હળપતી કે રાષ્ટ્રપતી સરખા બની રહે છે.
કેટલીક લોકપ્રીય ભ્રમણાઓ સદીઓથી ટકી રહેલી જણાય છે. સ્ત્રી વીધવા બને એટલે દુખી જ હોય એવી ભ્રમણા ઝટ છુટતી નથી. પ્રત્યેક અખંડ સૌભાગ્યવતી સ્ત્રી સુખી જ હોય એવી ભ્રમણા પણ ખાસ્સી લોકપ્રીય છે. કેટલીક ભ્રમણાઓ પણ સુખદાયીની હોય છે. પતીના મૃત્યુ પછી કેટલીક વીધવાઓને જીવનમાં પહેલીવાર સ્વરાજનો અનુભવ થતો હોય છે. કેટલાક પુરુષો ખાનગીમાં આતંકવાદી હોય છે. એમની