કરવામાં આવી: “અમને એવાં સુંદર અને પ્રતીભાશાળી યુવકો અને યુવતીઓની જરુર છે, જેઓ બુદ્ધીશાળી હોય અને રશીયન લોકોની જીન્દગી બદલી નાખવાની ક્ષમતા ધરાવતાં હોય.' નીકોલાઈ ટાબાશ્રીકો એ “ટૅલેન્ટ હન્ટ'ના મુખ્ય આયોજક છે. સમગ્ર રશીયામાંથી ૧૪ યુવક-યુવતીઓ પસંદ થયાં અને એમાંથી ફાઈનલ પસંદગી પામેલાં સાત યુવક-યુવતીઓને રશીયાની સંસદ માટેની ચુંટણીમાં બેઠકો ફાળવવામાં આવશે. જે પ્રતીભાશાળી યુવક-યુવતીઓ ફાઈનલમાં પસંદગી ન પામ્યાં, તેમને પાર્ટીના યુવા-સંગઠન (કોમ્સોમલ)માં મહત્ત્વના હોદ્દાઓ પર સ્થાન આપીને સાવ જુની સામ્યવાદી વીચારસરણી ધરાવનારા યુવાન સભ્યોને બહાર ફેંકી દેવાનું વ્યાપક આયોજન થયું છે. ભારતના બધા રાજકીય પક્ષોને કામ લાગે એવી આ વાત છે. એક જમાનામાં કૉંગ્રેસ સેવાદળ નેતાઓ તૈયાર કરવાનું ઉત્તમ કામ કરતું હતું. સૌવીક ચક્રવર્તીએ ભારતના જુનવાણી અને જડ સામ્યવાદીઓ પર તીવ્ર કટાક્ષ કરતાં કહ્યું હતું: “સામ્યવાદીઓ
બન્નેની જરુર છે.
કબીર જરા જુદી વાત કરે છે. તેઓ સુખની શોધમાં સાવ નવો આયામ ઉમેરી કહે છે :
પાની બીચ મીન પીયાસી..
મોહીં સુન સુન આવત હાંસી..
કબીરની વાત મૌલીક છે. જરા કલ્પના કરો કે કોઈ મનુષ્ય ભર બપોરના તડકામાં સુરજની શોધ કરી રહ્યો છે. એ ભુલી જાય છે કે તડકો સુર્યનો જ પ્રસાદ છે. મનુષ્ય તડકામય બને તો સુરજની શોધ અપ્રસ્તુત બની જાય છે. જેની શોધ કરવી પડે તે વસ્તુ ગેરહાજર હોય એ જરુરી છે. જે છે, તેની પ્રતીક્ષા ન હોઈ શકે. એની તો પ્રતીતી જ હોઈ શકે.