પરમાણુ તાકાતના સંદર્ભે થતી હોય છે. ઓસ્ટ્રેલીયા પાસે યુરેનીયમ વધારે છે. ભારત પાસે થોરીયમ વધારે છે. લગભગ એ જ રીતે દેશની ખરી તાકાત એના યુવાનોની ટૅલેન્ટના કુલ જથ્થા પર રહેલી છે. અમેરીકાની ખરી તાકાત ડૉલર નથી; અમેરીકાની ખરી તાકાત દેશવીદેશમાંથી તકની શોધમાં ત્યાં પહોંચી ગયેલી ટૅલેન્ટ્સના જથ્થાની માવજતમાં રહેલી છે. ત્યાં ટૅલેન્ટની કદર છે.

આજકાલ રશીયામાં એક શાંત ક્રાંતી ચાલી રહી છે. વ્લાડીમીર પુટીન રશીયાના રાષ્ટ્રપ્રમુખ છે. તેઓ મોરારજી દેસાઈ જેવા શરાબવીરોધી છે. “લગે રહો મુન્નાભાઈ'ના ફીલ્મી ડાયલોગમાં પ્રયોજાયેલો શબ્દપ્રયોગ કરવો હોય તો કહી શકાય કે પુટીનના મસ્તકમાં એક “કૅમીકલ લોચો' છે, જે અત્યંત ફળદ્રુપ છે. એમની સત્તાધારી પાર્ટીનું નામ “યુનાઈટેડ રશીયા પાર્ટી' છે. પાર્ટી માટે નવું યુવાન લોહી શોધવા સમગ્ર રશીયામાં આજકાલ ટૅલેન્ટ શોધ ચાલી રહી છે. એનું નામ છે, “પોલીટીકલ ફેંક્ટરી'. એ માટે ઠેર-ઠેર જાહેરાતો


41 of 147

છે. કોઈ કામદાર કદી સુખી ન હોઈ શકે. મલ્ટીનેશનલ કંપનીનો ચીફ ઓફીસર પણ “કામદાર' હોઈ શકે છે.

દુનીયામાં પ્રતીક્ષણ એક શોધ ચાલી રહી છે. મનુષ્ય કલાકાર હોય કે કામદાર હોય; પણ બન્ને સુખની શોધમાં જ રમમાણ હોય છે. સાધુ પણ સુખની શોધમાં હોય છે. સાધુ શાશ્વત સુખની શોધમાં હોય છે. સુખી થવાની ઝંખના મનુપયને હોય તેમાં કશું ખોટું નથી. સુખની શોધ જ્યારે બહારની દીશા પકડે ત્યારે ટૅફનૉલૉજીનો વીકાસ થાય છે. એ જ શોધ જ્યારે અંદર તરફ વળે ત્યારે અધ્યાત્મનો વીકાસ થાય છે. મનુષ્યને


41 of 244