જીવનસાધના સ્કુલમાં આવેલા. તેમણે એક મૌલીક વાત કહેલી, 'હું યુવક-યુવતીઓને કહું છું કે તમારે સેક્સ માણવી હોય તોય તમારે શરીરને કસરત દ્વારા જાળવવું જ જોઈએ.' આ વાતમાં દમ છે. એક જમાનામાં જે સ્થાન અખાડાનું હતું તે સ્થાન આજે “જીમ'નું છે. ગુટખા ખાનારો કે સીગારેટના ધુમાડા કાઢનારો કે શરાબના ગ્લાસમાં ડુબી મરનારો યુવાન પોતાની ભાવી પત્નીને વૈધવ્ય આપવામાં ઉતાવળ કરે છે. આવા લફરાંબાઝ લલ્લુઓથી યુવતીઓ સાવધ રહે તે જરુરી છે.
આજકાલ ટીવી ચેનલો પર જોવા મળતા ટૅલેન્ટ શોમાં ભાગ લેનારાં યુવક-યુવતીઓને જોઈને હૈયું હરખાય છે. કેટલીય નવી હટૅલેન્ટ્સ સંગીતમાં, નૃત્યમાં અને માહીતીના ક્ષેત્રમાં બહાર આવી રહી છે ! જેઓ આવા શોમાં નીષ્ફળ જાય છે તેઓ પણ એકાદ-બે પૉઈન્ટને કારણે જ ઈનામ નથી પામતાં. એ નીષ્ફળતા પણ ખાસ્સી રળીયામણી છે. આજકાલ દુનીયામાં કયા દેશ પાસે યુરેનીયમનો કે થોરીયમનો કેટલો જથ્થો છે તેની ચર્ચા
આનંદપુર્વક દોડવાનું અને ચાલવાનું બહુ ઓછા માણસના નસીબમાં હોય છે.
જીવનનાં સઘળાં કર્મોમાંથી આનંદની બાદબાકી થઈ રહી છે. આવું બને ત્યારે માણસ કલાકાર મટીને કામદાર બની રહે છે. આનંદપુર્વક ન ભણાવનારો પ્રાધ્યાપક પણ કામદાર ગણાય. આનંદપુર્વક પોતાની ફરજ ન બજાવનાર મેયર, કમીશ્નર, કલેક્ટર અને પ્રધાન પણ કામદાર જ ગણાય. કોઈ પણ મનુષ્ય પગારપુર્વક, લોભપુર્વક અને મોહપુર્વક કામ કરે ત્યારે આનંદપુર્વક કામ કરવાનું ચુકી જાય છે. આખો સમાજ ધીરે ધીરે કામદારોનો સમાજ બનતો જાય