ભોગે કોઈની પાછળ ઘેલો થઇને ફરે તે રોમીયો ગણાય. શું બે તલવાર એક જ મ્યાનમાં સમાઈ શકે ? હા, યુવાનીનું સૌથી મોટું પરાક્રમ એ જ છે. આવાં પરાક્રમી યુવક-યુવતીઓ આપણા દેશમાં ઓછાં નથી ! કહેવાતા તપોવનમાં પણ વસંતના આગમન પર કોઈ પ્રતીબંધ હોતો નથી. વહેલી સવારે અભ્યાસ કરી લીધા પછી સાંજે મોટરબાઈક પર કોઈ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ડેટીંગ માટે નીકળી પડવાની મજા જેવીતેવી નથી હોતી. સવારે અભ્યાસ કરતી વખતે પણ રોમેન્ટીક એસએમએસની આપ-લે કરવાની છુટ ભલે રહેતી. એમાં કોઈ તપોભંગ નથી. યુવાનીમાં કરવા જેવા નશાઓ અનેક છે. પ્રેમનો નશો પહેલા નંબરે આવે છે. નવું નવું વાંચવાનો બીજા નંબરે આવે છે. શરીરને સલમાનખાનના શરીર જેવું સુડોળ રાખવાનો નશો ત્રીજા નંબરે આવે છે. વ્યસનો યુવાનના શરીરને ઝટ ઘરડું બનાવે છે. એવા યુવાન પ્રત્યે કઈ યુવતી આકર્ષણ પામે ? પૃથ્વીસીંહ આઝાદ એક વાર વડોદરાની


39 of 147

જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમંદીરમાં પ્રેમપત્રનું છે.'

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૫ના “સંદેશ'ની રવીવારીય સાપ્તાહીક પુર્તી “સંસ્કાર'માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર...

* બપોરના તડકામાં સુરજની શોધ *

એક જમાનામાં આદીમાનવ ખુબ ચાલતો; પરંતુ એને કીલોમીટરનું અંતર એટલે શું તેની ખબર ન હતી. આજના માણસને કીલોમીટરનું અંતર એટલે શું તેની જાણકારી છે; પરંતુ એની ચાલવાની ટેવ છુટી ગઈ છે. ઓલીમ્પીક રમતમાં ભાગ લેનારા દોડવીરો માઈલપુર્વક અને સેકંડપુર્વક દોડતા હોય છે; પણ


39 of 244