તાણમાંથી જન્મેલી કૅરીયરની અમધુર તાણ છે. આ વાતમાં પુરી સમજણ પડે તે માટે પ્રત્યેક કૉલેજીયને એચ. જી. વેલ્સની નવલકથા “લવ એન્ડ મીસ્ટર લુઈશામ' અવશ્ય વાંચવી. યુવાન લુઈશામ કૉલેજમાં ભણે છે અને ગોલ્ડ મેડલ મેળવવા આતુર છે. એ એક યુવતીના પ્રેમમાં પડે છે અને ગોલ્ડ મેડલ ગુમાવે છે. આજનો પ્રત્યેક યુવાન લુઈશામ છે.

અદમ્ય વીજાતીય આકર્ષણ તો યુવકયુવતીનો વીશેષાધીકાર છે. એવા પ્રકૃતીદત્ત આકર્ષણની નીંદા કરનારાં વડીલોનું ખરું સ્થાન મ્યુઝીયમમાં જ હોઈ શકે. સહજ આકર્ષણમાંથી પ્રગટેલો પ્રેમ આ દુનીયાનું જીવનદ્રવ્ય છે. એ પ્રેમ ફટકીયાં મોતી જેવો નહીં; પણ સો ટચના સોના જેવો હોય તો બેડો પાર ! કોલેજીયનની અકથ્ય પીડા એ છે કે પ્રેમમાં ગરકાવ થયેલું ચીત્ત અભ્યાસમાં પરોવાતું નથી. આ સાઈમલટેનીયસ ઈક્વેશન્સ (દ્વીવર્ણ સમીકરણો) ઉકેલવાનું પરાક્રમ જબરી પ્રાણશક્તી માગી લેનારું છે.

માત્ર અભ્યાસ કરે તે યુવાન બોચીયો અને અભ્યાસને


38 of 147

સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીંદા ન હોય. પ્રેમસંબંધની નીંદા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ “બે મળેલા જીવ' વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમના મંદીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મંદીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:

“શીવમંદીરમાં


38 of 244