તેવી પ્રસન્નતા સાથે વીદાય થવા માટે પ્રત્યેક દીવસને માંજીને સ્વચ્છ અને ચળકતો કરવો રહ્યો. સમય વેડફે તે માણસ જીવન વેડફે છે. આ કંઈ એલોપથી, હોમીયોપથી કે નેચરોપથીની વાત નથી. આ તો “જીવનપથી'ની વાત છે. જીવન ઉત્સવ બને તો મૃત્યુ મહોત્સવ બને.
* યુવાનીમાં કરવા જેવા નશાઓ *

કૉલેજમાં ભણવાનાં વર્ષો દરમીયાન પ્રત્યેક યુવાનને મળતો મનગમતો અને થનગનતો સમયખંડ જીવનમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. આપણા દેશની સૌથી ખતરનાક સમસ્યા કઈ એમ જો મને કોઈ પુછે તો કહું : “સડેલું યૌવન'. કૉલેજના રળીયામણા કૅમ્પસ પર લીલાંછમ વૃક્ષો વચ્ચે અટવાતું સુકુંભઠ્ઠ યૌવન દયનીય છે. કૅમ્પસ પર હરતુંફરતું યૌવન બે પરસ્પર વીરોધી ખેંચાણો વચ્ચે સતત ચીસ પાડતું રહે છે. એ ચીસ કુલપતીશ્રીને, પ્રાધ્યાપકોને અને માતાપીતાને ઝટ સંભળાતી નથી. એક બાજુએ અદમ્ય આકર્ષણમાંથી જન્મેલી પ્રેમની મધુર પીડા છે. બીજી બાજુએ હરીફાઈની


37 of 147

પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સંબંધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દંભ છે અને નીંદાકુથલી એ એની હોબી છે.

જરુર છે પ્રેમળક્રાંતીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાંતીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ .૨. નીર્ભય માતૃત્વ .૩. ઉદાત્ત પ્રેમસંબંધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ-ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે.


37 of 244