ખરો ઉપાય છે. રોગનું ચડી વાગે ત્યારે એન્ટીબાયોટીક દવા લેવામાં અપરાધભાવ રાખવાની જરુર નથી. વારંવાર ડૉક્ટરને ત્યાં જવું પડે એ અધુરા જીવનની નીશાની છે. બાબા રામદેવની શીખામણ શાણી છે. આયુર્વેદને આપણે ત્યાં ઉપવેદ કહ્યો છે.

પ્રત્યેક વૃદ્ધ વ્યક્તીએ સંતાનોને કહી રાખવું જોઈએ કે અંતકાળ નજીક જણાય ત્યારે પ્રાર્થનામંત્રોની કેસેટ ચાલુ કરવી. તે ક્ષણે એલ.એસ.ડી. જેવી ગોળી ગળી અધ્ધરતાની અનુભુતી કરવામાં કશું ખોટું નથી. સંતાનોને કહી રાખવું કે નાકમાંથી ઓક્સીજનની નળી કાઢી લેવી અને ચક્ષુદાન અને શક્ય હોય તો કીડનીદાન કરવાનો આગ્રહ રાખવો. સંતાનોએ મરણોન્મુખ માતા કે પીતાને પ્રણામપુર્વક કહેવું કે :'હે જીવ ! રામજીનું રોકેટયાન તમારે માટે તૈયાર છે. તમારી અવકાશયાત્રા હવે શરુ થવાની તૈયારીમાં છે. તમને શાશ્વત શાંતી પ્રાપ્ત થાઓ.' વીદાય પ્રાર્થનાયુક્ત હોય તેથી રુડું શું ?

કોઈ કલાકાર પોતાની કલાકૃતી પુર્ણ કરતી વખતે જે પ્રસન્નતા પામે


36 of 147

સહેલું નથી. બોલો! તેઓ ક્યાં જાય? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુંદર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્‍માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે : પરસ્પરની સંમતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અંદરખાનેથી વસંતવીરોધી અને


36 of 244