અને દરદી માટે બે હુંફાળા શબ્દ ન હોય તેને ત્યાં જવામાં માલ નથી. સારવાર કેવળ શરીર નથી માગતું; મન પણ માગે છે. હૉસ્પીટલમાં જવું જ ન પડે તે રીતે જીવવું; પરંતુ જવું પડે ત્યારે એ હૉસ્પીટલ એટલી તો સ્વચ્છ, સુઘડ અને સુંદર હોવી જોઈએ કે દરદી પ્રસન્નતા પામે.
ફ્રાંસનો ક્રાંતીપુરુષ વોલ્ટેર કહે છે : “જ્યારે કુદરત રોગને દુર કરી રહી હોય ત્યારે દવા ખાવાની કળા દરદીને મોજમાં રાખનારી છે.' ભ્રષ્ટાચારમાં આળોટતા કેટલાય ડૉક્ટરોએ ધોળે દહાડે લુંટવામાં કંઈ બાકી નથી રાખ્યું. પ્રામાણીક ડૉક્ટરને અડધો સંત જાણવો. પ્રસન્ન નર્સને અડધી સાધ્વી જાણવી. આઈન્સ્ટાઈન કહે છે : “બે તત્ત્વો કુદરતમાં કોમન છે, એક છે હાઈડ્રોજન અને બીજું તત્ત્વ તે મુર્ખતા' ભારતમાં દરદીઓની મુર્ખતા અનંત છે. બાકી આપણા બે પગ આપણા બે ડૉક્ટરો છે. નીયમીત કસરત એ જ આપણા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમીયમ છે. મનની શાંતી માટે ધ્યાન કરવું એ જ તાણગૌરીથી બચવાનો
સાધુ વાંચવાનું માંડી વાળી શકે? એ ટી.વી. જોવાનું ટાળી શકે? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસાહહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા “લા મીઝરેબલ'માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીંદુઓ “લા મીઝરેબલ'ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું