જાતની વૈજ્ઞાનીક સમજણ વીના એલોપથીને વગોવતા રહે છે. દાક્તરી ક્ષેત્રમાં અંધશ્રદ્ધાનો કોઈ પાર નથી. એક્યુપ્રેશર કરી આપનાર પોતાને ડૉક્ટર ગણાવે એમાં જોખમ રહેલું છે. એ જ રીતે કુદરતી ઉપચાર પદ્ધતીની પુરતી તાલીમ લીધા વીના દરદીઓને સારવાર આપવામાં, “નીમહકીમ, ખતરેમેં જાન' જેવું રોકડું જોખમ છે. હોમીયોપથીની દવા પણ ક્યારેક અકસીર સાબીત થતી સાંભળી છે; પરંતુ ટાઈફોઈડ થયો હોય ત્યારે બ્લડ ચેક કરાવીને એલોપથીની દવા લેવી સારી! માનવજાતી પર એલોપથીના ઉપકારો અનંત છે.
આયુર્વેદ, યુનાની, હોમીયોપથી, નેચરોપથી અને તીબેટી ચીકીત્સા પદ્ધતીના ડૉક્ટરોએ પણ હવે સ્થેટોસ્કોપ, બ્લડપ્રેશરયંત્ર, બ્લડટેસ્ટનાં પરીણામો અને એક્સ-રે તથા કાર્ડીયોગ્રામ દ્વારા થયેલાં પરીક્ષણોનો સ્વીકાર કરી લેવો રહ્યો. લોકોએ એલોપથીની દવાઓ સંકટ સમયની સાંકળ તરીકે ન છુટકે જ લેવી જોઈએ. વાતે વાતે ગોળીઓ ગળવાનું ટાળવું જોઈએ. જે ડૉક્ટર પાસે સ્મીત ન હોય
આક્રામણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યંત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું.