વીલો નામના વૃક્ષની છાલમાંથી એસ્પીરીન બને છે. હૃદયરોગ માટે સાદળનાં પાવડરમાંથી બનતું ઔષધ અર્જુનારીષ્ટ અકસીર સાબીત થયું છે. સીંકોન (ક્વીનીન) નામની વનસ્પતીમાંથી બનતી દવા ક્લીનીડીન હૃદયના ધબકારાને સખણા રાખવા માટે ઉપકારક છે. એ જ રીતે ડીજીટાલીસ કોર્પોરા (ધંતુરા)માંથી બનતી ડીકોક્ષીનની ગોળી હૃદયની પંપીંગ ક્રીયા માટે અકસીર ગણાય છે. આ યાદી લાંબી થવા જાય છે. આયુર્વેદનું ભવીષ્ય એના ભુતકાળ જેટલું જ ઉજ્જવળ છે. આમ છતાં હૃદયરોગનો હુમલો થાય ત્યારે આયુર્વેદાચાર્યોને પણ આઈ.સી.સી.યુ.માં દાખલ થવું પડે છે. કેન્સરનું નીદાન થાય પછી વૈદરાજ પાસે ન જવાય. મોરારજી દેસાઈ શીવામ્બુના ઉપચાર માટે વધારે પડતા ઉત્સાહી હતા અને એનાથી કેન્સર પણ મટે એવો દાવો કરતા હતા. એ દાવો સાવ પોકળ હતો. જેને લોકો ઓલ્ટરનેટીવ મેડીસીન કહે છે તે અંગે અતીશયોક્તીભર્યા દાવા કરવાનું બહુ ચાલ્યું છે. એમાં શ્રદ્ધા ધરાવનાર લોકો કોઈ પણ
બુદ્ધને પ્રશ્ન પુછ્યો: “ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી?” તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: “હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચંદ્ર નાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.” આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે?
સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી