૨૦૦૦ના વર્ષમાં માણસને ડરાવવામાં આવ્યો : “એ એન્ટીબાયોટીકની પ્રતીક્રીયા જબરી છે. અલ્યા સાંભળ : આ હર્બલ દવા મુળીયાંમાંથી બની છે તે સારી રહેશે.' ચાર હજાર વર્ષોનો આ ચકરાવો મુળીયાંથી શરુ થયો ને મુળીયાંમાં પુરો થયો.

લોકો એલોપથીને ગાળો ભાંડતા જાય છે અને એલોપથીની જ સારવાર લેતા જાય છે. ફ્લર્ટીંગ કરતી વખતે માણસ બ્રહ્મચર્યની પ્રશંસા કરતો રહે તેવી વીચીત્ર આ વાત છે. કુદરતી ઉપચાર કેન્દ્રના સંનીષ્ઠ સંચાલક ઘુંટણના દુખાવાથી પીડાતા હતા. ઓપરેશન દ્વારા “ની- રીપ્લેસમેન્ટ' કરાવ્યું. પછી તેઓ સડસડાટ ચાલતા થયા. આવો જાદુ આયુર્વેદ કે હોમીયોપથી ન જ કરી શકે. ઝેરી મલેરીયા થાય ત્યારે સુદર્શન ચુર્ણ કામ ન લાગે. એલોપથી પાસે માઈક્રોસ્કોપ છે, એલોપથી પાસે બ્લડ પ્રેશર માપવાનું સાધન છે, એક્સ-રે છે, કાર્ડીયોગ્રામ છે, સ્થેટોસ્કોપ છે, કૃત્રીમ શ્વાસોચ્છ્૪ાસની તકનીક છે, ડાયાલીસીસ માટેનું મશીન છે, હૃદયમાં મુકી શકાય તેવો વાલ્વ છે અને


31 of 147

કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સંભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસંબંધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા, તેથી જ કદાચ આવા સુંદર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.

“અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને


31 of 244