એક વીરાટ મેન્ટલ હૉસ્પીટલ જેવો બની રહે છે. આવા રુગ્ણ સમાજમાં પ્રસન્ન યુગલત્વ તીર્થસ્વરુપ બની રહે છે. એવું યુગલત્વ કાયમ અગ્નીની સાક્ષીએ થયેલાં લગ્નબંધનનું ઓશીયાળું નથી હોતું. લગ્ન પવીત્ર હોય કે ન પણ હોય; પરંતુ પ્રેમ તો પવીત્ર જ હોવાનો ! માણસ અનેક વાર લગ્ન કરી શકે; પરંતુ સો ટચનો પ્રેમ તો કેવળ એક જ વાર કરી શકે છે.

પ્રેમ પરમેશ્વર છે અને પરમેશ્વર એક જ છે.

એકવીસમી સદીમાં યુગલત્વ કેન્દ્રસ્થાને હશે. છાંદોગ્ય ઉપનીષદના પ્રારંભે જ મીથુનત્વ(જોડકું)ની પ્રતીષ્ઠાપના થઈ છે. ત્રષી તો ત્યાં સુધી કહે છે કે “ઓમ" સંજ્ઞામાં પણ મીથુનત્વ “સંતુષ્ટ' છે. બે “મળેલા જીવ' ઘર માંડીને રહે તે ઘટના એટલી તો પવીત્ર છે કે એમને અગ્નીના ટેકાની ઝાઝી જરુર નથી. આપણે એવો સમાજ રચી બેઠા છીએ કે જ્યાં પ્રસન્ન યુગલત્વ હજી માંડ પ્રગટે ત્યાં તો ક્રોંચવધ થવાની શક્યતા વધી જાય છે. હજી આપણે રામાયણ-યુગમાં જ છીએ ! જ્યાં


28 of 147

રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં.

યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સંપ્રદાયો, પંથો અને પેટાપંથો આવ્યા છે ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અંધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ


28 of 244