મંગળસુત્ર બેડી બનીને ગળામાં વળગેલું રહે છે. કોઈ કારણસર પતી ગુજરી જાય ત્યારે પત્ની ક્યારેક લોકનીંદાના ડરથી રડતી હોય છે. પતીના અવસાન પછી મંગળસુત્ર સાથે વળગેલી ચળકતી મજબુરી ખરી પડે છે અને સુખનો સુર્યોદય “ગંગાસ્વરુપ' સ્ત્રીને નવજીવન બક્ષે છે.
બધી વીધવાઓ દુખી નથી હોતી. બધી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખી નથી હોતી. એકબીજામાં ઓતપ્રોત એવાં યુગલો ભારતીય સમાજમાં તીર્થસ્વરુપ જણાય છે. તીર્થસ્થાનોનું હોવું એટલું જ સાબીત કરે છે કે અન્ય સામાન્ય સ્થાનો તીર્થસ્થાનો નથી. ગૃળહીણી અને ગણીકા વચ્ચે તફાવત શો ? ગૃહીણીનું દર્દ એ છે કે પોતે જેની સાથે સુવા માગે છે તેની સાથે સુઈ નથી શકતી. રીવાજ અને સંસ્કારનાં બંધનો એમાં નડે છે. ગણીકાનું દર્દ પણ સમજવા જેવું છે. ગણીકાનું દર્દ એ છે કે પોતે જેની સાથે સુવા નથી માગતી તેની સાથે એણે સુવું પડે છે. ભારતીય સમાજમાં આવાં સાર્વત્રીક છતાં પ્રચ્છન્ન દર્દનો કોઈ પાર નથી. આવો સમાજ
આવે છે. ઘડપણ મનની અવસ્થા છે.
“વીરાટને હીંડોળે' પુસ્તકમાંથી સાભાર......
* મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર *
કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા? એક એવો સમાજ, જે બળાત્કારના અંધારીયા કુવાઓ વેઠી લે; પરંતુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરંતુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરંતુ પરસ્પરની સંમતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની