તો સુરજની શોધ અપ્રસ્તુત બની જાય છે. જેની શોધ કરવી પડે તે વસ્તુ ગેરહાજર હોય એ જરુરી છે. જે છે, તેની પ્રતીક્ષા ન હોઈ શકે. એની તો પ્રતીતી જ હોઈ શકે. કામદાર તે છે, જે સુખની કે આનંદની પ્રતીતીથી વંચીત છે. જ્યાં પ્રતીતી ગેરહાજર હોય ત્યાં હળપતી કે રાષ્ટ્રપતી સરખા બની રહે છે.

કેટલીક લોકપ્રીય ભ્રમણાઓ સદીઓથી ટકી રહેલી જણાય છે. સ્ત્રી વીધવા બને એટલે દુખી જ હોય એવી ભ્રમણા ઝટ છુટતી નથી. પ્રત્યેક અખંડ સૌભાગ્યવતી સ્ત્રી સુખી જ હોય એવી ભ્રમણા પણ ખાસ્સી લોકપ્રીય છે. કેટલીક ભ્રમણાઓ પણ સુખદાયીની હોય છે. પતીના મૃત્યુ પછી કેટલીક વીધવાઓને જીવનમાં પહેલીવાર સ્વરાજનો અનુભવ થતો હોય છે. કેટલાક પુરુષો ખાનગીમાં આતંકવાદી હોય છે. એમની અખંડ દુર્ભાગ્યવતી પત્ની એમને વેઠતી રહે છે; કારણ કે પીયરમાં માબાપ એને સતત ધણીને નીભાવી લેવાની સલાહ આપતાં રહે છે. આવી મજબુર પત્નીના ગળામાં ઝગારા મારતું


26 of 147

છે અને મનમેળનાં માનપાન વધતાં જાય છે. માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે. ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાંની જગ્યાએ પીત્ઝાનું ચલણ વધતું જાય છે.

લીંબુનું શરબત એકાએક લીમકા બની જાય છે. યુગલ હોય એવાં કપ-રકાબીની જગ્યાએ વાંઢો “મગ' આવી જાય છે. ઘરેઘરે ગૃહીણીઓ કહેતી થઈ છે: “આજે બહાર જમી આવીએ.' સ્કુટર નારીમુક્તીનું વાહન બની રહ્યું છે.

જુની આંખે નવા તમાશા જોવાની પણ એક મઝા હોય છે. આવી મઝા ન માણી શકે તેવી અવસ્થાને જ ઘડપણ કહેવામાં


26 of 244