કોઈ કામદાર કદી સુખી ન હોઈ શકે. મલ્ટીનેશનલ કંપનીનો ચીફ ઓફીસર પણ “કામદાર' હોઈ શકે છે.

દુનીયામાં પ્રતીક્ષણ એક શોધ ચાલી રહી છે. મનુષ્ય કલાકાર હોય કે કામદાર હોય; પણ બન્ને સુખની શોધમાં જ રમમાણ હોય છે. સાધુ પણ સુખની શોધમાં હોય છે. સાધુ શાશ્વત સુખની શોધમાં હોય છે. સુખી થવાની ઝંખના મનુપયને હોય તેમાં કશું ખોટું નથી. સુખની શોધ જ્યારે બહારની દીશા પકડે ત્યારે ટૅફનૉલૉજીનો વીકાસ થાય છે. એ જ શોધ જ્યારે અંદર તરફ વળે ત્યારે અધ્યાત્મનો વીકાસ થાય છે. મનુષ્યને બન્નેની જરુર છે.

કબીર જરા જુદી વાત કરે છે. તેઓ સુખની શોધમાં સાવ નવો આયામ ઉમેરી કહે છે :

પાની બીચ મીન પીયાસી..
મોહીં સુન સુન આવત હાંસી..

કબીરની વાત મૌલીક છે. જરા કલ્પના કરો કે કોઈ મનુષ્ય ભર બપોરના તડકામાં સુરજની શોધ કરી રહ્યો છે. એ ભુલી જાય છે કે તડકો સુર્યનો જ પ્રસાદ છે. મનુષ્ય તડકામય બને


25 of 147

* ઘડપણ - મનની અવસ્થા *

પ્રત્યેક સુર્યાસ્ત નવું અંધારું મુકતો જાય છે. પ્રત્યેક સુર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

છાશ પીવાનું ઘટતું જાય છે અને બીયર પીવાનું વધતું જાય છે. ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે. ગાય પાળવાનું ઘટતું જાય છે અને કુતરાં પાળવાનું વધતું જાય છે. ચાલવાનું ઘટતું જાય છે અને “સ્કુટરવા'નું વધતું જાય છે. વીચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.

લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય


25 of 244