* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

પણ અરીસામાં તમારો ચહેરો જુઓ, ત્યારે એક મીનીટ નાકને નીહાળવામાં ગાળજો. એ નાકની પહોંચ કદાચ પ્રાણાયમ દ્વારા ઈશ્વર સુધી લઈ જાય તેવી છે!

“ઈતીશ્રી સુપર કમ્પ્યુટરાય નમઃ”

-ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક “ઘટ ઘટમેં પંછી બોલતા'માંથી
સત્તાવનમો લેખ પાન 253થી 256 ઉપરથી સાભાર...


244 of 244