* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

તો આપણને સમજાય છે કે આપણે કોઈ દીવ્ય સ્રોત(Source) સાથે સતત જોડાયેલા છીએ. જરુર કોઈ મેઈન સ્વીચ ઓન છે, જેને કારણે ક્યાંક પંખો, ફ્રીઝ એસી કે હીટર ચાલે છે. માણસ મૃત્યુ પામે ત્યારે લોકો કહે છે : “શ્વાસ મુક્યો.' શ્વાસ ખુટી પડે ત્યારે તાતા, બીરલા, અંબાણી રોકફેલર કે બીલગેટ્સને એક અબજ ડૉલર ખરચતાં પણ એક શ્વાસ ઉછીનો મળતો નથી. નાક દ્વારા આપણા શ્વાસ અને ઉચ્છવાસ ચાલતા રહે છે. નાક સાક્ષાત જીવનનું પ્રવેશ દ્વાર છે અને કદાચ એ જ નાક જીવનનું વિદાયદ્વાર પણ છે. હવે જ્યારે


243 of 244