* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

સ્ટેશને ગરમ ગરમ જલેબીની સોડમ તમને લલચાવે છે. પછી મથુરા આવે ત્યારે રેવડી અને પેઠા તમારા નાકને આહ્વાન આપે છે. જ્યારે તમે દીલ્હી સ્ટેશને પહોંચો ત્યારે એક સાવ જ અનોખી ગંધને પારખવામાં તમે નીષ્ફળ જાઓ છો. બહુ લાંબી મથામણ પછી તમને સમજાય છે કે એ ગંધ નોકરશાહી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારની છે. માનશો? માણસને ક્યારેક પોતાની સામે ચાલતા ગુપ્ત કાવતરાની “ગંધ' પણ આવી જાય છે. અંગ્રજીમાં માણસ કહે છે : “આઈ કેન સ્મેલ ધ રેટ.'

નાક દ્વારા આપણા શ્વાસોચ્છાસ ચાલતા રહે છે. જો વીચારીએ


242 of 244