* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આ ઝંખના માનવીય એકતા માટેની વૈશ્વીક આધારશીલા બની શકે તેમ છે. વેદમાં આવી સમાન ઝંખના માટે શબ્દ પ્રયોજાયો : “આકુતી:'. તત્ત્વજ્ઞાનને નામે કે ધર્મને નામે કે આદર્શને નામે આવી ઈશ્વરદત્ત કે પ્રકૃતીદત્ત ઝંખનાને બદનામ કરશો નહીં. છાંદોગ્ય ઉપનીષદમાં સુખી થવાની ઝંખનાનો આદર ક્રકષીએ કર્યો છે. આદર્શને નામે સુખી થવાની ઝંખનાનો અનાદર કરવાનું નવી પેઢીને મંજુર નથી. ચેન્નાઈથી ગ્રાન્ટ ટ્રન્ક એક્સપ્રેસમાં દીલ્હી જાવ ત્યારે, નાકલીલાનો અદ્ભુત અનુભવ થશે. કેવળ ગંધ ઉપરથી તમે સ્ટેશનનું નામ કહી શકો.