* બપોરના તડકામાં સુરજની શોધ *
એક જમાનામાં આદીમાનવ ખુબ ચાલતો; પરંતુ એને કીલોમીટરનું અંતર એટલે શું તેની ખબર ન હતી. આજના માણસને કીલોમીટરનું અંતર એટલે શું તેની જાણકારી છે; પરંતુ એની ચાલવાની ટેવ છુટી ગઈ છે. ઓલીમ્પીક રમતમાં ભાગ લેનારા દોડવીરો માઈલપુર્વક અને સેકંડપુર્વક દોડતા હોય છે; પણ આનંદપુર્વક દોડવાનું અને ચાલવાનું બહુ ઓછા માણસના નસીબમાં હોય છે.
જીવનનાં સઘળાં કર્મોમાંથી આનંદની બાદબાકી થઈ રહી છે. આવું બને ત્યારે માણસ કલાકાર મટીને કામદાર બની રહે છે. આનંદપુર્વક ન ભણાવનારો પ્રાધ્યાપક પણ કામદાર ગણાય. આનંદપુર્વક પોતાની ફરજ ન બજાવનાર મેયર, કમીશ્નર, કલેક્ટર અને પ્રધાન પણ કામદાર જ ગણાય. કોઈ પણ મનુષ્ય પગારપુર્વક, લોભપુર્વક અને મોહપુર્વક કામ કરે ત્યારે આનંદપુર્વક કામ કરવાનું ચુકી જાય છે. આખો સમાજ ધીરે ધીરે કામદારોનો સમાજ બનતો જાય છે.
નવરાત્રીમાં ગરબે ઘુમી શકે છે. તમે એ ગરવી ગુજરાતણને મળ્યા છો ?
“પાઘડીનો વળ છેડે'
ગુજરાતના ધર્મપતીઓને પાંચ અગત્યનાં સુચનો :
1. પત્નીની સાચી પ્રશંસા કરવામાં કરકસર ન કરો.
2. પત્ની ઈચ્છે ત્યારે તેને ખુશીથી પીયર જવા દો.
3. પત્નીને લાગવા દો કે તમે તેની સુરક્ષા કરી શકો તેવા
સક્ષમ “મરદ' છો.
4. બીજું કોઈ પત્નીની ખોટી ટીકા કરે ત્યારે મનથી એનો
બચાવ કરો.
5. પત્નીને ભરપુર પ્રેમથી ભીંજવી દો અને એને
બાવાઓથી દુર રાખો.
તા. ૨૯ મે ૨૦૦૪ના '“સંદેશ'ની સાપ્તાહીક રવીવારીય
પુર્તી “સંસ્કાર'માંથી સાભાર..