* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
થોડાંક વર્ષો પછી અમદાવાદના આશ્રમ રોડ પર, સુરતમાં લાલગેટ પાસે અને મુમ્બઈના ફોર્ટ વીસ્તારમાં ટ્રાવેલ્સ એજન્ટની, દસ બાય બાર ફુટની ઓરડીમાં ચન્દ્રયાત્રાનું બુકીંગ થતું હશે. હા, ચન્દ્રની ધરતી પાસે કદાચ ગંધ હશે; પણ સોડમ નહીં હોય. કારણ શું? ચન્દ્ર પર વરસાદ નહીં હોય. એવું જ મંગળનું! ચન્દ્ર-મંગળ પર વૃક્ષો નથી.
પ્રત્યેક માણસ સુખી થવા ઝંખે છે. આ એક એવી મુળભુત ઝંખના છે, જે મહાત્મા ગાંધીને પણ ગાંઠતી નથી. આ ઝંખના જુદા જુદા દેશોને અને જુદા જુદા ધર્મોને એક તાંતણે બાંધનારી છે.