* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

નાક પામી જાય છે. વીજ્ઞાનીઓ આજકાલ ફીલૉસૉફીકલ ચર્ચા કરી રહ્યા છે. કોનું મહત્ત્વ વધારે? સાધનો વાપરતો માણસ કે માણસને વાપરતાં સાધનો? ડેનીયલ બેલે, ટૅક્નૉલૉજીને “ઝપાટાબંધ વધતી જતી માનવીય કલ્પનાના વ્યાયામ' તરીકે પ્રમાણી હતી. ઓગણીસમી સદીમાં અછતમુલક ગરીબી સામેની ઝુંબેશના મસીહા કાર્લ માર્ક્સે ટૅક્નૉલૉજીને “આદર્શ સમાજવ્યવસ્થા (યુટોપીયા) ભણીના રાજમાર્ગ' તરીકે પ્રમાણી હતી. આજે પણ ટૅક્નૉલૉજી આપણાં શમણાંને પંપાળતી રહે છે. કમર્શીયલ અવકાશયાત્રા થોડાક સમયમાં શમણું મટીને વાસ્તવીક બનવાની છે.


238 of 244