* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આપણને અચંબો પણ ન પમાડે; કારણ કે આપણે સંવેદનશુન્ય થવાની ફેશન કેળવી બેઠા છીએ. કોઈ સુપર કમ્પ્યુટરે એવી રહસ્યમય કામગીરી બજાવી હોત તો! આપણી પ્રાણશક્તીની સૌથી નજીક છે, “ઘ્રાણશક્તી.' હજી “સુગંધ' અને “દુર્ગંધ' વચ્ચેનો ભેદ પારખી શકે એવું યંત્ર શોધાયું હોય એવું જાણ્યું નથી. કોઈ ઘરમાં લાડુ બનતો હોય ત્યારે, શેકાયેલા ગરમ ગરમ લોટમાં ગરમ ગોળ અને ગરમ ઘી ઉમેરાય ત્યારે વછુટતી મનમોહક સોડમ માત્ર બ્રાહ્મણને લલચાવે એવું ખરું? મોંમાં પાણી છુટે તેવી વાનગીને આંખ નીહાળે તે પહેલાં