* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

કાર્યો કરે છે તે કાર્યો ભાગ્યે જ કોઈ કમ્પ્યુટર કરી શકે. નાક બીચારું પોતાનું કામ એટલી સહજતાથી કરે છે કે એની સુક્ષ્મ કર્મલીલાનો ખ્યાલ એના નગુણા માલીકને નથી આવતો. એ અજ્ઞાની મનુષ્ય પોતાના અહંકારને પંપાળવા કહે છે : “મારા નાકનો સવાલ છે.' સાચું કહેજો, તમે તમારા નાકને સુપર કમ્પ્યુટર તરીકે જોયું છે? કમ્પ્યુટરને શરણે જવામાં શરીરના બીજા બધાં અવયવો લાઈન લગાવશે; પરન્તુ નાક એ સૌમાં છેલ્લું હશે.

કુતરો પગલાં સુંઘી સુંઘીને પોલીસને છેક ગુનેગાર સુધી લઈ જાય, તે ઘટનામાં રહેલી સુક્ષ્મતમ ઘ્રાણશક્તી


236 of 244