* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
વીમાની પ્રવાસનું, હૉટેલનું અને ટુરનું બુકીંગ કરાવ્યું, તે ઈન્ટરનેટનો પ્રાણ કમ્પ્યુટર છે. એ નાનકડી પેટી કે સ્માર્ટ ફોનમાં સંતાયેલા આત્માને “કનેક્ટીવીટી' કહે છે. તમે ક્યારેય પ્રાર્થનામય ચીત્તે અગ્નીનો, ચક્રનો, કમ્પ્યુટરનો આભાર માન્યો ખરો? “ઈદમ્ અગ્નયે નમ:'; “ઈદમ્ ચક્રાય નમઃ'; ઈતીશ્રી કમ્પ્યુટરાય નમઃ' વીજ્ઞાનીઓ કહે છે કે આપણું મગજ એક મહાન કમ્પ્યુટર છે. પણ કોઈ કમ્પ્યુટર મગજથી ચડીયાતું નથી. મગજ જેટલું કાર્યક્ષમ કમ્પ્યુટર બનાવવું હોય તો તેનું કદ પૃથ્વીથી મોટું હોવાનું! અરે, આપણું નાક જે જે