* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
ત્યાં વીચારને નેપથ્યમાં ચાલી જવું પડે છે. લીવ-ઈન રીલેશનશીપ પણ એક તોફાની વીચારનું નામ છે. એને કારણે સમાજનું નખ્ખોદ વળવાનું નથી. કારણ કે આજના પતીત સમાજમાં હવે વધારે નખ્ખોદ જાય એવી કોઈ શક્યતા બચી નથી.
ગુણવન્ત શાહ લીખીત “યુરોપમાં બરફનાં પંખી'માંથી ચોથું પ્રકરણ પાન 43થી 46 ઉપરથી સાભાર...
* નાક-સુપર કમ્પ્યુટર *
તમે નાકને કદી સુપર કમ્પ્યુટર તરીકે જોયું છે? અગ્નીની શોધ થઈ પછીની સૌથી મહાન શોધ કમ્પ્યુટરની શોધ ગણાય. આ બન્ને શોધની વચ્ચે આદરપુર્વક મુકવી