* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

ન ખપે. એવા સમાજને દાબદબાણથી થયેલાં લગ્ન ખપે; પણ પરસ્પર સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં, જીવન ઉત્સવ મટીને ઉલઝન બની રહે છે. લાખો મનુષ્યો કણસે; તેયે છાનામાના! આવી રહેલી મનોવૈજ્ઞાનીક ક્રાન્તી જ આવા સડેલા સમાજને બચાવી શકે. દાદા ધર્માધીકારીએ સુરતની જાહેરસભામાં કહેલું : “પરસ્પર સહમતી સે કીયે ગયે સમ્ભોગ કો મૈં પાપ નહીં માનતા.' (આ સભામાં હું અધ્યક્ષસ્થાને હતો. એ પ્રવચન સુરતના “સમૃદ્ધી હૉલમાં ગોઠવાયું હતું.) જ્યાં કેવળ રીવાજનો જ પ્રભાવ હોય,


232 of 244