* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
મુકાયેલો. જ્યૉર્જીયન સમયમાં રંડીબાજો, સ્ત્રીઓને નીર્દયપણે ફોસલાવતા. વર્જીન(અનન્યપુર્વા) છોકરીને ફસાવવી, તે સામાજીક મોભો વધારનારી બાબત ગણાતી. આગળ જોયુ તેમ, અંગ્રેજીમાં “નીતીવાન' વ્યક્તી માટે વપરાતો “moral' શબ્દ મુળે "mores' પરથી આવ્યો છે. "mores' એટલે “રીવાજો.' રીવાજો તો સતત બદલાતા જ રહે છે.
આપણો રુગ્ણ સમાજ બળાત્કારના અંધારીયા કુવા વેઠી શકે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. એવા રોગી સમાજને મૈત્રી વીનાનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વીનાની મૈત્રી