હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાંતીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ .૨. નીર્ભય માતૃત્વ .૩. ઉદાત્ત પ્રેમસંબંધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ-ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીંદા ન હોય. પ્રેમસંબંધની નીંદા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ “બે મળેલા જીવ' વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમના મંદીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મંદીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:

“શીવમંદીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમંદીરમાં પ્રેમપત્રનું છે.'

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૫ના “સંદેશ'ની રવીવારીય સાપ્તાહીક પુર્તી “સંસ્કાર'માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર...


23 of 147

છે અને મરવા સુધીનું જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. એ જ રીતે ઉર્વશી સ્વર્ગની અપ્સરા હતી તોય પુરરવા જેવા પૃથ્વીય રાજા સાથે પ્રેમમાં મગ્ન થઈને પુત્રને જન્મ આપે છે. એટલું ખરું કે ઉર્વશી ખાસ્સી પઝેસીવ “અધીકારાપેક્ષી' સ્ત્રી હતી. મહાકવી કાલીદાસના નાટક '“વીક્ર્મોવશીયમ્‌'માં આ વીગતો વાંચવા મળે છે.

ગુજરાતણની એક ખુબી નોંધવા જેવી છે. એ કરીયરમાં આગળ વધે તોય પોતાના પરીવારને જાળવી જાણે છે. એ ઉંચા હોદ્દા પર હોય તોય ઘરે સુંદર રસોઈ મહેમાનોને પીરસી શકે છે. અને હા, એ કલેક્ટર બને તોય


23 of 244