* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : “તમે મને વનમાં મોકલનાર કોણ? હું તો આ ચાલી મીથીલા!' લીવ-ઈન રીલેશનશીપનો આડકતરો સમ્બન્ધ નારીમુક્તી સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સુકા ભેગું લીલુંયે બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સમ્બન્ધને આંખ મીંચીને અશ્લીલ ગણવાની મારી હીમ્મત નથી. મરાઠી સાહીત્યકાર વીન્દા કરન્દીકરનું એક વીધાન યાદ રાખવું પડશે. તેઓ કહે છે : “એક નરકનું નામ “શ્લીલ' છે.' પવીત્રતા અને અશ્લીલતાના નોર્મ્સ યુગે યુગે બદલાય છે. સાઉદી અરેબીયામાં સ્ત્રી તરીકે