* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

લગ્નેતર સમ્બન્ધને આપોઆપ અપવીત્ર ગણવાની પરમ્પરા સ્વીકારીએ, તો સૌથી મોટો ધરતીકમ્પ આપણા આશ્રમોમાં થાય તેમ છે. જવાબદારીના પુરા ભાન સાથે અને બીનકેફી હાલતમાં કહેવું પડશે કે ગાંધીજીની પ્રેરણા હેઠળ શરુ થયેલો એક પણ આશ્રમ લગ્નેતર સમ્બન્ધ વીનાનો હતો નહીં અને આજે પણ નથી. બ્રહ્મચર્યનો આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હીન્દુત્વના સ્મારક ગણાતા “પવીત્ર' આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધીક નીખાલસ અને અધીક નીર્દમ્ભ જણાય છે.


227 of 244