* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

માતૃત્વ અને જવાબદાર પીતૃત્વ માગે છે. સેક્સ પણ અસુન્દર હોઈ શકે છે. પરીણીત યુગલ વચ્ચેનો સેક્સ સમ્બન્ધ આપોઆપ પવીત્ર બની જતો નથી. ભવીષ્યમાં સુવાવડ થાય કે તરત જ બાયૉલૉજીકલ પીતા નક્કી કરવા માટે ડી.એન.એ. ટેસ્ટ લેવાનું ફરજીયાત બનવાનું છે. માત્ર સમયનો સવાલ છે.

લગ્નેતર સમ્બન્ધ આપોઆપ અપવીત્ર બની જાય ખરો? વળી, લગ્નસમ્બન્ધ આપોઆપ પવીત્ર બની જાય ખરો? કેવળ સેક્સ હોય અને પ્રેમ ન હોય, તો એ સમ્બન્ધ “અપવીત્ર' અને સેક્સ જો પ્રેમપુર્ણ હોય, તો એ સમ્બન્ધ “પવીત્ર' ગણાય. જો


226 of 244