* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

સેક્સ અપવીત્ર હતી; કારણ કે એમાં જવાબદારીનો અભાવ હતો. જો વીશ્વામીત્રે અને મેનકાએ ઘર માંડીને શકુન્તલાને ઉછેરી હોત, તો કદાચ ભારતવર્ષનો ઈતીહાસ જુદો હોત. લોકો જેને “લવ-અફેર' કહે છે, તે ૯૦ ટકા કીસ્સાઓમાં કેવળ “સેક્સ-અફેર' હોય છે. લીવ-ઈન રીલેશનશીપમાં પણ બેજવાબદાર સેક્સ જબરો તરખાટ મચાવી શકે છે. ખરેખર વાત એમ છે કે પરીણીત યુગલ કરતાંય; “લીવ-ઈન યુગલ'ની જવાબદારી અનેકગણી વધી જાય છે. અધીક સ્વતંત્રતા અધીક જવાબદારી માગે છે; કારણ કે સન્‍્તાનો જવાબદાર


225 of 244