* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
થતો આવ્યો છે. લીવ-ઈન રીલેશનશીપમાં બન્ને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે “સરખાં' મુક્ત છે. કોઈ પણ કાયદો મનુષ્યનાં મુળભુત અરમાનો પર ખંભાતી તાળું મારીને એમ ન કહી શકે : “હવે તમારે ફરજીયાતપણે સાથે રહીને જ જીવન વેંઢારવાનું છે.' લીવ-ઈન રીલેશનશીપ મનુષ્યના પ્રકૃતીદત્ત અરમાનોને છાબડીમાં લઈને આવી છે. એવો લગ્નેતર સમ્બન્ધ આપોઆપ અપવીત્ર બની જતો નથી.
પ્રેમ કદીયે અપવીત્ર ન હોઈ શકે. સેક્સ પવીત્ર પણ હોઈ શકે અને અપવીત્ર પણ હોઈ શકે. વીશ્વામીત્ર અને મેનકા વચ્ચેની