* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આ બોટમ-લાઈનનો અસ્વીકાર કરનાર સમાજ, એકવીસમી સદીમાં દયનીય અને નીન્દનીય ગણાવો જોઈએ. લગભગ એ જ તર્ક અનુસાર સાથે ન રહેવા માગતાં બે જણાંને લગ્નસમ્બન્ધની પવીત્રતાને નામે આજીવન નજરકેદ ભોગવવા માટે ફરજ પાડનારો સમાજ, કદી તન્દુરસ્ત હોઈ ન શકે. લગ્ન પવીત્ર છે અને છુટાછેડા પણ પવીત્ર છે. તન્દુરસ્ત સેક્સ લંગોટમુલક બ્રહ્મચર્ય કરતાં ઓછી પવીત્ર નથી. આ બાબતે ગાંધીજી સાથે સહમત થવાનું ફરજીયાત નથી.
“શું લીવ-ઈન રીલેશનશીપ અશ્લીલ છે? થોડાક સમય પર ભારતની સુપ્રીમ કોર્ટે