* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

એવું લાગે છે. આ લખું છું ત્યારે મનમાં કોઈ મેલ નથી. હું સ્વભાવે સુરતી છું તેથી મનમાં મેલ રાખવાનું મને નહીં ફાવે! અન્તે આ પ્રવાસ-સમ્વેદન મારી એક કવીતા દ્વારા પ્રગટ કરું ? સાંભળો :

નથી કશુંય અષ્ટંપષ્ટં,
નથી કશુંયે ગોળ ગોળ,
નથી કોઈની શેહશરમ,
નથી રે કોઈ ભેદભરમ!
હૈયું તેવું હોઠે રે મનવા,
લાગ્યું તેવું લખ્યું રે મનવા,
માહ્યલો જેમાં બનતો રે કાજી,
રામજી એમાં રાજી રે રાજી,
ગરવા ગુણવન્તા ગુજરાતી રે ભૈ,
સદાય રહેજે ઉજળો થૈ,
પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે!

-ગુણવન્ત


220 of 244