તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો! તેઓ ક્યાં જાય? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુંદર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે : પરસ્પરની સંમતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અંદરખાનેથી વસંતવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સંબંધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દંભ છે અને નીંદાકુથલી એ એની હોબી છે.
જરુર છે પ્રેમળક્રાંતીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની
સ્ત્રીઓ હૃદયને છેતર્યા વગર ગરબામાં ગાઈ શકે : “મૈં તો ભુલ ચલી બાબુલકા દેશ, પીયાકા ઘર પ્યારા લગે.'
જ્યાં દહેજની ગંદી ગણતરી હોય ત્યાં સ્વચ્છ પ્રેમ ટકી ન શકે. આ બાબતે ચરોતરનું “સમૃદ્ધ પછાતપણું' ખટકે તેવું છે. ગ્રીનકાર્ડથી ખરડાયેલાં લગ્નો ઘણુંખરું દહેજની ગંદકી ધરાવનારાં હોય છે. ડુસકાં ખાનગીમાં અને શરણાઈવાદન જાહેરમાં ! મહાકવી શુદ્રકનું સર્જન “મૃચ્છકટીકમ્' યાદ આવે છે. નાયીકા વસંતસેના ગૃહસ્થ સ્ત્રીનું ગૌરવ જાળવવા માટે ગણીકાવૃત્તી ત્યજીને પ્રીયતમ ચારુ દત્ત જેવા પ્રતાપી પુરુષની પત્ની બને