* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ! NRI ની મારી મૌલીક વ્યાખ્યા આવી છે. NRI એટલે “એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.' (One who Naturally Returns to India) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો-આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું. તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે મને મામા કે માસી મળવા આવ્યાં હોય


219 of 244