* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

મીત્રો સીધા જ ત્યાંથી કોઈ આદીવાસી સેવાસંસ્થાને મોકલી આપતા. એ કામ મીત્ર પોપટભાઈ સાવલા કરતા અને તેનો હીસાબ પણ રાખતા. ભગવાનની કૃપાથી મારી આર્થીક સ્થીતી એવી હતી કે અન્યની ઉદારતા પ્રત્યે ઉદારભાવ થાય. બરાબર યાદ છે, હું પ્રથમ વાર લોસ એંજલ્સ જઈ રહ્યો હતો. ડૉ. વીક્રમ વકીલ મારા યજમાન(Host) હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા. એમની ભદ્રતા મને ગમી ગયેલી. એરપોર્ટની બહાર આવ્યા ત્યાં એમની સાથે જ આવેલા વલ્લભભાઈ ભક્તને બતાવીને બોલ્યા : “ગુણવન્તભાઈ, આજનો દીવસ તમારે મારા


216 of 244