* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

લગભગ બધાં રાજ્યોમાં ફર્યો. કેટલાંક ઘર તો મને મન્દીર જેટલાં પવીત્ર જણાયાં! સંસ્કૃતમાં મન્દીર એટલે જ ઘર ! એન.આર.આઈ. મીત્રો અતી સ્નેહાળ અને ક્યારેક અતી શ્રદ્ધાળુ જણાયા. કેટલાક દેશી મહેમાનો એમને લાગણીમાં તાણીને છેતરે પણ છે. એ સૌમાં સાહીત્યકારો મોખરે છે. મારી ટેવ જુદી હતી. હું મીત્રોના ફોન પરથી મારા ઘરે ફોન કરી શકું તે માટે પ્રી-પેઈડ કાર્ડ કાયમ રાખતો. મારાં પુસ્તકોનાં વેચાણમાંથી મળેલા ડૉલર મોજથી ખર્ચતો. પુરસ્કારમાં મળતો એક પણ ડૉલર મારા ઘરમાં પ્રવેશ પામ્યો નથી. હજારો ડૉલર્સ


215 of 244