* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

રોગ દુર થતાં નથી. દુનીયાની માત્ર છ ટકા વસતી ધરાવનાર અમેરીકા કુલ વૈશ્વીક ઉર્જાના છત્રીસ ટકા વાપરી ખાય છે. સામ્રાજ્યવાદી શોષણને હવે રાજકીય સામ્રાજ્યની જરુર નથી; કોકા કોલા જેવી મલ્ટીનેશનલ પેઢીઓ જ પુરતી છે. ગરીબ દેશો અમેરીકાને રવાડે ચડે છે અને ખુવાર થાય છે. માણસનાં અરમાન ઓછાં નથી અને એની સમસ્યાઓ પણ અપાર છે.

NRI મીત્રોને:

અમેરીકા વારંવાર જવાનું થયું. કેટલાં ઘરોની રસોઈ જમ્યો ? કેટલાં ઘરોનું પાણી પીધું? કેટલાં ઘરોના બાથરુમ્સમાં સ્નાન કર્યું? કેટલા યજમાને પ્રેમથી રાખ્યો?


214 of 244