* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
આમ, અમેરીકન મુડીવાદ સમાજવાદનો સાવકો ભાઈ છે; શત્રુ નથી.
દુનીયા નાની થતી જાય છે અને માણસો નજીક આવતા જાય છે. ભૌગોલીક રીતે જુદા રહેનારાઓ પણ ઈલેક્ટ્રોનીક્સને કારણે એક થઈ રહ્યા છે. ટેલીફોન, ટીવી, રેડીયો, વીડીયો અને ઈન્ટરનેટ દ્વારા માણસો નજીક આવી રહ્યા છે. જીન્સનાં જાડાં ખરબચડાં અને થીંગડાંવાળાં પાટલુનો જગતભરના માલદાર તથા ગરીબ યુવકયુવતીઓને એકસુત્રે બાંધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય યુવાસંસ્કૃતીનો ઉદય થઈ રહ્યો છે. અને છતાં; ત્રીજા વીશ્વના દેશોમાં ગરીબી, ભુખમરો, નીરક્ષરતા અને