સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યંત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે? એ ટી.વી. જોવાનું ટાળી શકે? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસાહહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા “લા મીઝરેબલ'માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીંદુઓ “લા મીઝરેબલ'ના નાયક જેવા છે.
મામીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ જેવા શબ્દો આવે છે. એના જીવનમાં પીયર નેપથ્યમાં રહી જાય પછી સસરા, કાકાસસરા, ફુઆસસરા અને મામાસસરા ઉપરાંત નણદોઈ જેવા વીચીત્ર શબ્દો પણ ઉમેરાય છે. યાદ રહે કે સીતાને પણ શાન્તા નામની નણંદ હતી, જે મુની ત્રષ્યશૃંગને પરણી હતી. %્ષ્યશૃંગ સીતાના નણદોઈ (નનાન્દુ:) હતા. આ વાત મહાકવી ભવભુતીએ “ઉત્તરામચરીત્ર'માં ઉલ્લેખી છે. ગુજરાતણના શબ્દકોશમાં સૌથી પ્રીય શબ્દ “પતી' છે. પતી શાણો અને સમજુ હોય તો પત્નીનો જીવનસાથી યાને પાર્ટનર બની રહે છે. બહુ ઓછી