* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં દુધની વાટકી લઈને એ અજાણી પાડોશણને દરવાજે જઈ હળવા ટકોરા મારે છે. દરવાજો ખુલે છે અને નવજાત શીશુની માતા ગળગળી થઈને કહે છે : “આપણે અજવાળામાં ન મળી શક્યા; અધારામાં તો મળ્યાં! ન્યુ યૉર્કમાં આવો અંધારપટ છવાયો ત્યારે બીજો પ્રસંગ પણ બનેલો. એક આંધળી સ્ત્રી ફળીયામાં ચાલતી લુંટફાટ વચ્ચે સૌને મીણબત્તીઓ વહેંચતી રહી હતી અને કહેતી હતી : “મારે આ મીણબત્તીઓની જરુર નથી.'
મોટાઈના અણસાર વગર સામી વ્યક્તીનું અભીવાદન કરવાનું, અજાણ્યાનો કોઈક રીતે


209 of 244