* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
એની સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : “મુક્ત હરીફાઈ.' એને એ લોકો સફળતાની ચાવી ગણે છે. આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ. અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : “ધ લોન્લી ક્રાઉડ'(એકલવાયું ટોળું)) આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક વીશીષ્ટ પ્રશ્નોની સમાજશાસ્ત્રીય