* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

પ્રશ્નો છે.' ભુમીતી અને ગણીતના કોયડાઓ કોઈ એક રાષ્ટ્રના ન હો હોઈ શકે. વીજ્ઞાનના નીયમો કોઈ એક ભુખંડના ન હોઈ શકે. સાપેક્ષતાનું સમીકરણ “E = MC2' કોઈ એક દેશનું જ હોઈ શકે? બળાત્કાર કોઈ એક દેશની સમસ્યા નથી. બધી જ પાયાની સમસ્યા મુળે માનવીય સમસ્યાઓ છે. પાયાની સમસ્યાઓના ઉકેલ સાવ છાપરીયા ન હોઈ શકે.

એકંદરે અમેરીકન પ્રજા ઘણી ઉમદા પ્રજા છે. સ્વભાવે જ એ લોકશાહી અને માનવ-સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખનારી છે. સામાન્ય અમેરીકન બીજાને મદદ કરવા તત્પર હોય છે. નીખાલસતા


206 of 244