* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
કોઈ અમેરીકનને પુછ્યું, “તું તારી જાતને અમેરીકન કેમ ગણે છે ? પેલાએ જવાબ વાળ્યો, “હું અમેરીકામાં જનમ્યો છું માટે.' ડૉ ફાર્મર તરત સામે પુછ્યું : “બીલાડીનાં બચ્ચાં ઓવન માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?'
પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : “ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ “આપણા પ્રશ્નો છે; કારણ કે તે માણસના