* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
પડે તેવું, મનના મેલને વાચા આપતું ગંદું લખાણ, અમેરીકાનાં પાયખાનાંઓમાં પણ કેમ જોવા મળત?
જો એમ ન હોત, તો સોરઠનો કોઈ ગામડીયો મહોબતથી કોઈ અજાણ્યા આગંતુકને દુધ-રોટલાનું શીરામણ કરાવે, તેમ કોઈ અમેરીકન, અગાઉ પોતે કદીયે ન જોયેલા પરદેશીને મોટરમાં ફેરવવાની અને ઘરે રાખવાની તસ્દી શા માટે લે?
જો એમ ન હોત, તો ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે ગાંધીજીને ગોળી વાગી એ જાણી આંચકો અનુભવી પેલી અમેરીકન બાળકી, ભુખી શા માટે રહે ? અને “ગાંધી' ફીલ્મ જોઈને અમેરીકન સ્ત્રીપુરષોની