* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

નવું પુસ્તક તાત્કાલીક મેળવી આપવા બદલ અમેરીકાવાળા પ્રેમભાઈ પટેલનો ને તેટલી જ ત્વરાથી તે મોકલી આપવા બદલ પ્રકાશક આર. આર. શેઠનો ખુબ આભાર.

* કોલંબસ ના હિન્દુસ્તાન માં *

"માણસ બધે સરખા"

ભારત છોડ્યું ત્યારે માળો છોડીને નીરવધી અને નીરાલમ્બ વીશ્વમાં ઉડવાનાં અરમાનવાળા પંખીના બચ્ચાને થાય એવો રોમાંચ અનુભવેલો. પાછા ફરતી વખતે માની મૃદુલ ગોદમાં લપાવા ઈચ્છતા જળકુકડીના બચ્ચાની ઝંખના પણ અનુભવેલી. પહેલા વીદેશપ્રવાસનો રોમહર્ષ જ કંઈ ઓર છે. મારો આ બીજો વીદેશપ્રવાસ હતો;


200 of 244